Shri N.D. Mehta Charitable trust
  • Home
  • About Us
  • Gallery
  • Events
  • Contact Us
  • More
    • Home
    • About Us
    • Gallery
    • Events
    • Contact Us
Shri N.D. Mehta Charitable trust
  • Home
  • About Us
  • Gallery
  • Events
  • Contact Us

Events 2025

Oct-2025 દિપાવલી મીઠાઈ વિતરણ/Diwali Sweet Distribution

✳❇✳❇✳સ્વ.શ્રી.નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ.❇✳❇✳✳


દિપાવલી ના ઉત્સવ બહુ જલ્દી આવી રહ્યા છે.

આપણે આપણા માટે, પરિવાર માટે, મિત્રો તથા સગા સ્નેહીઓ માટે કંઈ ને કંઈ લઈ જરૂર થી ભેટ 🎁 લેશું જ.

પણ જરા વિચારો કે જરૂરિયાત મંદ બાળકો પરિવારો જેમના માટે દીપાવલી ભેટ મીઠાઈ બધું સ્વપ્નસમાન છે તેનું શું?

શું તે આપણા સમાજ ના નથી? શું તે પરિવાર, બાળકો આપણા નથી?

કહેવાય છે કે  “પોતાના સુખ થી સુખી થાય તે સ્વાર્થી અને અન્ય ના દુઃખ થી દુઃખી થાય તે નિઃસ્વાર્થી “


 ✳❇✳❇✳ Late Shri Nanalal Dalichand Mehta Charitable Trust ❇✳❇✳✳ 

 

The festival of Diwali is fast approaching.

We will all, of course, buy and exchange gifts 🎁 for ourselves, our families, our friends, and our loved ones.
But just pause for a moment and think — what about those underprivileged children and families for whom Diwali gifts, sweets, and celebrations are nothing more than a dream?

Are they not also a part of our society?
Are those children and families not ours too?

As it is rightly said: 

“One who feels happy only in their own happiness is selfish,
but one who feels sorrow for the suffering of others is truly selfless.”

દિપાવલી મીઠાઈ વિતરણ મહોત્સવ અંતર્ગત તા ૯/૧૦/૨૦૨૫ ના દહીંસર ( મુંબઈ) ભરવાડ માધ્યમીક શાળા માં ૮૬૫ છાત્રો ને મીઠાઈ તથા ફરસાણ વિતરણ કરવા માં આવેલ…

 

As part of the Diwali Sweet Distribution Festival, on October 9, 2025, sweets and snacks (farsan) were distributed to 865 students at Bharwad Madhyamik School, Dahisar (Mumbai).

તા ૧૧/૧૦/૨૦૨૫  ના કાંદિવલી ના ચારકોપ તથા ગોરાઈ ના સ્લમ/ ઝૂંપડપટ્ટીઓ માં રહેતા માનવ બંધુઓ ને ૩૨૪ પેકેટ મીઠાઈ તથા ફરસાણ વિતરણ કરવા માં આવેલ

ટ્રસ્ટ ના માનનીય મેમ્બર્સ શ્રી કેતન મહેતા, સુષમા મહેતા, તેજસ મહેતા, અપેક્ષા મહેતા અને બાળ માસ્ટર આયુષ મહેતા એ આ મીઠાઈ વિતરણ માનવતા નું સત્કાર્ય બહુજ સુંદર રીતે પાર પાડેલ. દરેક ને ખૂબ ખૂબ અનુમોદના.

 

On October 11, 2025, a total of 324 packets of sweets and snacks were distributed among our fellow human beings living in the slum areas of Charkop and Gorai, Kandivali. The respected members of the Trust — Shri Ketan Mehta, Sushma Mehta, Tejas Mehta, Apeksha Mehta, and young Master Ayush Mehta — carried out this noble act of humanity and compassion with great dedication and grace.

Heartfelt appreciation and warm acknowledgment.

Oct-2025 @ ગાંડાની મોજ / Gandani Moj

✳❇✳❇✳સ્વ.શ્રી.નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ.❇✳❇✳✳


 "ગાંડાની મોજ " એક એવી સંસ્થા જ્યાં મગજ ના અસ્થિર એવા ૧૦૦ થી વધારે માનવબંધુઓ છે જેમાંથી અમુક ખૂબ ઝનૂની હોય લોખંડ ની સાંકળથી ૨૪ કલાક બાંધી રાખવા પડે. 

માનવતા નું એક બેમિસાલ ઉદાહરણ સંસ્થા ના શ્રી વિષ્ણુભાઈ તથા સહયોગી કરી રહ્યા છે. 

આપણે ઘરમાં આપણાં જ સ્થિર ડાહ્યા માણસો ના મગજ ક્યારેક અસ્થિર થઇ જાય છે....તો આતો અસ્થિર મગજ ના કહેવાતા ગાંડા માણસો સાથે મૌજ થી રહેવું એ પણ એક મૌજ છે.  

અને અમોને પણ તેમને ભોજન  જમાડવા જેવા માનવતા ના કાર્ય કરવાં ખૂબ મૌજ આવી. 

બાકી નીચેના ફોટોસ વધુ કહેશે 


 ✳❇✳❇✳ Late Shri Nanalal Dalichand Mehta Charitable Trust ❇✳❇✳✳ 

 

“Gandani Moj” — an organization that houses over 100 mentally unstable individuals, some of whom are so restless that they must be kept restrained with iron chains 24 hours a day.

This institution stands as a remarkable example of humanity, led by Shri Vishnubhai and his dedicated team of supporters.

At times, even within our own homes, the minds of otherwise stable and intelligent people can become unsettled — so imagine the dedication it takes to live joyfully and compassionately among those whose minds are permanently unstable. 

Truly, this too is a kind of divine joy (moj). We too experienced immense satisfaction and joy in performing an act of humanity by serving food to these individuals.


 The photos below will tell the rest of the story more vividly. 

    Oct-2025 અભયદાન અભિયાન 2025 / Abhaydan Abhiyan 2025

    ✳❇✳❇✳સ્વ.શ્રી.નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ.❇✳❇✳✳


    આપણા દરેક નાના મોટા દિલેર  દાતાશ્રીઓએ ઉદાર દિલે પુણ્ય કર્મો ના ઉદયે  “ પર્યુષણ મહાપર્વ મહાવીર જયંતી અભયદાન મહોત્સવ “ મા આપેલ અનુદાન થી તા.૦૪/૧૦/૨૦૨૫ ના “૧૦૮ હાજી એકસો આઠ “ બકરા ના બચ્ચાઓને કતલખાને વાડા થી છોડાવી પ્રહલાદ પ્લોટ દેરાસર માં સાધ્વીજી ના સ્વમુખે મોટી શાંતિ સંભાળવી વીતરાગ પ્રભુ શાંતિનાથ ના દર્શન માંગલિક ફરમાવેલ બાદ માં અજરામર ઊપાશ્ચર્ય માં સાધ્વીજી પાસેથી માંગલિક શ્રવણ કરાવી પાંજરાપોળ માં ભરણપોષણ ના ખર્ચ સાથે સુપરત કરેલ છે. 


    પાંજરા પોળ માં એક ગાય પણ ટ્રસ્ટ દ્વારા દતક લેવામાં આવેલ છે  💫💫💫


    દેરાસર તથા ઉપાશ્રય માં સાધ્વીજીઓ ટ્રસ્ટ ની આ એક્ટિવિટી થી ખૂબ જ ખુશ થઈ આશીર્વાદ આપીયા કે આવી જીવદયા ની પ્રવૃત્તિ વધુ ને વધુ કરો જૈન ધર્મ માં આનાથી સારું કોઈ કાર્ય નથી .  દરેક શ્રમદાતા સેવકો ને ખૂબ ખૂબ અનુમોદના દાતાશ્રીઓ ને ભૂરી ભૂરી અનુમોદના.


     ✳❇✳❇✳ Late Shri Nanalal Dalichand Mehta Charitable Trust ❇✳❇✳✳ 


    With the generous donations and compassionate hearts of all our great and small noble donors, on October 4, 2025, during the auspicious occasion of “Paryushan Mahaparva, Mahavir Jayanti, and Abhaydaan Festival,” a total of 108 baby goats were rescued from slaughterhouses. After being brought to Prahlad Plot Derasar, a grand Shanti (peace) ceremony was conducted in the divine presence of Sadhviji, and auspicious blessings (Mangalik) were received while having Darshan of Lord Vitarag Shantinath.


    Later, the baby goats were handed over to the Panjarapole (animal shelter) along with full arrangements for their food and care.


    Additionally, one cow has also been adopted by the trust at the Panjarapole.

      જ્ઞાન દાન મહાદાન અભિયાન 2025 / Gyandan Mahadan Abhi

      ✳❇✳❇✳સ્વ.શ્રી.નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ.❇✳❇✳✳

              છેલ્લા પાંચવર્ષથી પ્રતિવર્ષે ટ્રસ્ટ વિનામૂલ્યે નિઃશુલ્ક નોટબુકસ તથા વિવિધ સ્ટેશનરી નું મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્ર ના નાના ગામો ની સ્કૂલ માં જ્ઞાનદાન અભિયાન અંતર્ગત વિતરણ કરે છે..

              આ વર્ષે દાતાશ્રીઓ એ દાન ની એવી ગંગા વહેવડાવી કે ટોટલ ૩૧૭૦૦ નોટબૂકસ તથા સ્ટેશનરી નું લગભગ ૭૦૦૦ છાત્રો ને વિતરણ કરવા માં આવેલ છે. પ્રતિવર્ષે ઉત્તરોત્તર વિતરણ માં સતત વધારો થતો રહેલ છે અને વધુ ને વધુ છાત્રો લાભ લઈ રહ્યા છે જે ટ્રસ્ટ માટે એક ગૌરવ ની ગાથા છે.

               આશા રાખીએ છીએ કે ભવિષ્ય ની આવતી દરેક એક્ટિવિટી તથા માનવતા ના કાર્યો માં આપ વિશેષ સહકાર આપશો 

      🙏🏻🙏🏻 દરેક નાના મોટા દાતાશ્રીઓ ને ભૂરી ભૂરી અનુમોદના

      🙏🏻🙏🏻 ટ્રસ્ટીઓ, સ્વ .એન. ડી.મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ  


      નીચે જણાવેલ ત્રણ સ્કૂલ ના 1400 છાત્રો ને  8400 નોટબુક્સ નું વિતરણ

      ❇ Balkrishna Yadav Patil Vidhyalay, Aasnas.

      ❇ Chhatrapati Mahavidhyalay, Sakhare.

      ❇ G.M Bhadange Vidhyalay, Vaki.


      જ્યારે ગામડાંઓ ની સ્કૂલો માં કંઈ પણ એક્ટિવિટી કરવા જાઈએ ત્યારે ૧૦/૧૨ km થી દૂર દૂર થી ઉઘાડા પગે છાત્રો ને જોયે ત્યારે તેમને સાયકલ આપવાની ભાવના દરેક મેમ્બર્સ ને થાય પરંતુ ટ્રસ્ટ નાનું હોય નવી સાયકલ પોસાય નહીં અને જૂની સાયકલ મળતી ન હતી પછી ટ્રસ્ટ ના મેમ્બર્સ શ્રી જતીન ભાઈ પ્રવીણ ભાઈ મહેતા એ આ માં થોડો રસ લઈ તેમની સોસાયટી માં સેક્રેટરી ને વાત કરતા ૧૪ સાયકલ જૂની મળી ટ્રસ્ટ દ્વારા તે સાયકલ બહુ સારી રીતે રિપેર કરાવી AASNAS શાળા ના છાત્રો ને વિતરણ કરવા માં આવેલ છે


      નોટબૂકસ વિતરણ...ક્રિકેટમેચ તથા સાઇકલસ વિતરણ માટે બહુ સમય પસાર થવાનો હોય થોડા છાત્રો ને જ વિતરણ કરેલ બાકી સંચાલકો ને વિતરણ કરવા વિનંતી કરેલ..... અને...જેનાં માટે સ્કૂલ ના 400 + છાત્રો, 40 teachers તથા ટ્રસ્ટ ના મેમ્બર્સ જેની આતુરતાથી રાહ જોઈ રહેલ તે ક્રિકેટ મેચ... મેચ સ્પોન્સર કરવા માટે અમો ખૂબ ખૂબ આભારી છીએ 👇🏻

      👉🏻શ્રી યશેષ ભાઈ તથા હર્ષિતભાઈ ઉદાણી

      👉🏻 શ્રી નીનાદ ભાઈ ગાંધી

      👉🏻 શ્રી અજયભાઈ મહેતા

      👉🏻 શ્રીમતી આશાબેન મહેતા 

       તેમની સ્પોન્સરશીપ વગર આ આયોજન શક્ય ન બન્યું હોત


      ✳❇✳❇✳Late Shri Nanalal Dalichand Mehta Charitable Trust❇✳❇✳

           For the past five years, the trust has been distributing free notebooks and various stationery items every year under the Gyaan Daan Abhiyan (Knowledge Donation Campaign) to schools in small villages of Maharashtra and Saurashtra.

           This year, the donors have contributed so generously that a total of 31,700 notebooks and stationery items have been distributed to approximately 7,000 students.

           Every year, the distribution continues to grow, and more and more students are benefiting, which is a matter of pride for the trust. We hope that you will continue to offer your special support in all future activities and humanitarian efforts 

      🙏🏻🙏🏻Heartfelt thanks to all donors

      🙏🏻🙏🏻Trustees


      On May 2, 2025, the trust distributed 8,400 notebooks to 1,400 students from the following three schools:

      - Balkrishna Yadav Patil Vidhyalay, Aasnas

      - Chhatrapati Mahavidhyalay, Sakhare

      - G.M Bhadange Vidhyalay, Vaki


      When conducting activities in rural schools, trustees often witness students walking barefoot from 10 to 12 kilometers away. This inspires a desire to provide bicycles to these students. However, since the trust is small, purchasing new bicycles was not financially feasible, and finding used ones was difficult. Then, trust members JatinBhai PraveenBhai Mehta took an interest in this initiative and spoke to the secretary of their society. As a result, they managed to collect 14 used bicycles, which were then repaired and distributed to students of Aasnas School.


      Since distributing notebooks, organizing a cricket match, and handling the bicycle distribution required significant time, only some students received books immediately. The remaining distributions were entrusted to school administrators. Meanwhile, more than 400 students, 40 teachers, and trust members enjoyed eagerly awaited cricket match.

      The trust expresses its sincere gratitude to the following sponsors who made the cricket match possible:

      - Shri Yashesh Bhai & Harshit Bhai Udani

      - Shri Ninad Bhai Gandhi

      - Shri Ajay Bhai Mehta

      - Shrimti Asha Ben Mehta

      Without their sponsorship, this event would not have been possible.

       The trust distributed 3,500 notebooks and stationery items free of cost to students at Vavaniya Girls School and the Taluka School.
      The trust also distributed 1,700 notebooks and various stationery items at Khanpur Kumar Primary School.
      At Solasumba Central School in Umargam, the trust distributed approximately 7,000 notebooks and stationery items free of cost to the students. 

      ટ્રસ્ટ દ્વારા વવાણિયા કન્યા શાળા તથા તાલુકા સ્કૂલ માં છાત્રો ને ૩૫૦૦ નોટબુક્સ તથા સ્ટેશનરી નું વિનામૂલ્યે નિઃશુલ્ક વિતરણ

      ટ્રસ્ટ દ્વારા ખાનપુર કુમાર પ્રાથમિક શાળા માં પણ ૧૭૦૦ નોટ બૂકસ તથા વિવિધ સ્ટેશનરી આઇટમ નું વિતરણ

      ટ્રસ્ટ દ્વારા સોળસુંબા સેંટ્રલ સ્કૂલ ઉમરગાંવ માં વિદ્યાર્થીઓ ને લગભગ ૭૦૦૦ નોટ બુક્સ તથા સ્ટેટનરી નું વિનામૂલ્યે નિઃશુલ્ક વિતરણ

      Approximately 150 km from Mumbai, the trust has distributed 9,000 notebooks and stationery items free of cost to four schools located in Asnas, Vikramgad, Sakhare, and Bhadange.

      At Balakrishna Yadav Patil Vidyalaya in Asnas, a limited-over cricket match was organized for the students, and trophies and prizes were also distributed.

      મુંબઈ થી લગભગ ૧૫૦ કીમી દૂર ચાર સ્કૂલ અસનસ, વિક્રમગઢ,સાખરે તથા ભડાંગે માં ૯૦૦૦ નોટ બુક્સ તથા સ્ટેશનરી નું ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ 

      અસનસ માં બાલકૃષ્ણ યાદવ પાટીલ વિધાલય માં છાત્રો ને લિમિટેડ ઓવર ક્રિકેટ મેચ રમાડી ટ્રોફી તથા ઈનામ વિતરણ પણ કરવા માં આવેલ

        Apr-2025 અભયદાન અભિયાન 2025 / Abhaydan Abhiyan 2025

         સન્માનીય ટ્રસ્ટી શ્રી નિતીનભાઈ કોઠારી,અજયભાઈ મહેતા,શરદભાઈ ના સુંદર માર્ગદર્શન હેઠળ 63 અબોલ જીવોને કસાઈ ખાને થી ખરીદી લાવી ઉપાશ્રય માં પૂ. ગુરુદેવ રાજેશ મુનિ ના મુખે મંગલ પાઠ નું પઠન કરાવી દેરાસર માં સાધ્વીજીઓ ના મુખે થી માંગલિક તથા વાક્ષેપ ના છાંટણા કરાવી નિભાવ ખર્ચ સાથે રાજકોટ પાંજરાપોળ માં સુપરત કરેલ ...

        ધન્યવાદ છે દાતાશ્રીઓ ને જેમના અનુદાન થી 63 જીવોને ને નવજીવન મળ્યું.....


        Respected trustees Shri Nitinbhai Kothari, Ajaybhai Mehta, and Sharadbhai, under their wonderful guidance, rescued 63 innocent lives from the slaughterhouse and brought them to the shelter. In the presence of revered Guru Rajesh Muni, auspicious prayers were recited, and in the temple, blessings and sacred rituals were performed by the sadhvis. After covering all necessary expenses, these lives were entrusted to Rajkot Panjrapol.Heartfelt gratitude to the donors whose contributions have given these 63 beings a new life. 


          Apr-2025 ટીબી હારશે દેશ જીતશે/Defeat TB The Nation Will Win

          વવાણિયા માં માનનીય પ્રધાન મંત્રી ના ટીબી હારશે દેશ જીતશે ના સ્વપ્ન ને સાકાર કરવા 10 ટીબી ના દર્દીઓ ને એક વર્ષ સુધી ટ્રસ્ટ દ્વારા દતક લઈ સરકારની ગાઇડ લાઇન મુજબ પૌષ્ટિકક્ષમ  આહાર ની કીટ નું વિતરણ કરવામાં આવેલ 

          સાથે સાથે સરકારી હોસ્પિટલમાં 

          નીચેના જરૂરી સાધનો જેવા કે 

          ▶ બેડ સાઇડ મોનિટર

          ▶ સક્શન મશીન

          ▶ નેબ્યુલાઇઝર

          ▶ વજન કાંટો

          વગેરે સાધનો નું દાન કરવા મા આવેલ


          In Vavaniya, to realize the honorable Prime Minister's vision of 'Defeat TB, the Nation Will Win,' 10 TB patients were adopted by the trust for one year. Nutritional food kits were distributed to them as per government guidelines.

          Additionally, essential equipment such as: 

          ▶ Bedside monitors
          ▶ Suction machines
          ▶ Nebulizers
          ▶ Weighing scales,
          and other necessary tools were donated to the government hospital.

            Apr-2025 છાસ વિતરણ/Buttermilk Distribution

            ગયા વર્ષ ની ખૂબ જ સફળ છાસ વિતરણ એક્ટિવિટી માથી પ્રેરણા લઈને આ વર્ષે પણ આ કાળઝાળ ગરમી માં રાહદારીઓ ના કલેજે હાશકારો થાય...માટે છાસ વિતરણ છેલ્લા ત્રણ રવિવાર થી ચાલુ છે કોઈપણ મેમ્બર્સ ને લાભ લેવો હોય તો એક રવિવાર ના છાસ વિતરણ નો નકરો ફક્ત રૂ 5400 રાખેલ છે ટોટલ લગભગ 12 રવિવાર થાય છે આઠ નામ આવેલ છે 4 નામ આવકાર્ય છે જે મેમ્બર્સ ને ભાવ હોય તે જાણ કરશો લગભગ 700 થી વધુ રાહદારીઓ લાભ લે છે...


            Drawing inspiration from last year's highly successful buttermilk distribution activity, this year too, efforts are being made to provide relief to pedestrians in this scorching heat. The buttermilk distribution has been ongoing for the past three Sundays.

            Any members who wish to contribute can sponsor a Sunday’s distribution for just ₹5,400. A total of approximately 12 Sundays are planned, with eight names already registered and four more welcome. Interested members can inform us.

            More than 700 pedestrians benefit from this initiative


              Mar 2025 - Chhas vitran at Rajkot, Gujarat

                • Home
                • About Us
                • Gallery
                • Events
                • Contact Us

                LATE Shri N.D. Mehta Charitable trust

                Copyright © 2025 Shri N.D. Mehta Charitable trust - All Rights Reserved.

                Powered by

                This website uses cookies.

                We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.

                Accept