*સ્વ.શ્રી.નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ.* (02-Feb-2025)
📚📕 *જ્ઞાન દાન મહાદાન અભિયાન📘📚*
આજે *વસંત પંચમી*નો ખૂબ જ પવિત્ર તહેવાર...આજ નો દિવસ વિદ્યા ની દેવી માં સરસ્વતી ને સમર્પિત .....
વસંત પંચમી ના પાવન પર્વે માં સરસ્વતી ની આરાધના ઉપાસના કરવાંથી બુદ્ધિ અને જ્ઞાન માં વધારો થાય છે.
માં સરસ્વતી સદબુદ્ધિ,યાદશક્તિ,એકાગ્રતા અને સર્જનાત્મકતા પ્રદાન કરનાર દેવી છે. માં ની ઉપાસના કરનાર મૂર્ખ પણ વિદ્વાન બને છે.
ફક્ત વિદ્યાર્થીઓએ જ નહીં પણ સત્યએ છે કે દરેક વ્યક્તિ માટે માં સરસ્વતી ના આશીર્વાદ જરૂરી છે કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા જ્ઞાન અને બુદ્ધિ અવશ્યક છે...સરસ્વતીદેવી ની અમીદૃષ્ટિ થી બુદ્ધિ નો વિકાસ તથા વાણી માં મધુરતા આવે છે અને વ્યક્તિ ની સજઁનાત્કતા શક્તિ માં વધારો થાય છે. કોઈ પણ વ્યક્તિ માટે માં ની કૃપાદૃષ્ટિ વગર સફળતા મળવી કઠિન છે.
આપણા સંતાનો ને ઉચ્ચ અભ્યાસર્થે ગામ માથી શહેર માં ..શહેર માં સારી કોલેજ માં ડોનેશન આપી અને વધુ અભ્યાસ અર્થે વિદેશ માં શિક્ષણ લેવા મોકલે છે
આ બધા પાછળ નું કારણ સંતાનોનું ભવિષ્ય ઉજ્જ્વળ બને સારું જીવન જીવે અને આપણા ઘડપણ માં દીવાદાંડી બને...
પણ વિચારો જે વિદ્યાર્થી બુદ્ધિશાળી છે આવડત છે કૌશલ્ય છે પણ… શિક્ષા માટે પાઠ્યપુસ્તકો નથી ..લખવા માટે નોટ બુક્સ પેન પેન્સિલ નથી . ૧૦/૧૨ કિલોમીટર દૂર થી ઉઘાડા પગે સ્કૂલ માં આવવાનું…. પગ માં ચપ્પલ ના વાંધા હોય ત્યાં સાઇકલ માટે તો વિચારવાનું કેમ?( જે જે મેમ્બર્સ દર વર્ષે નોટબુક્સ વિતરણ માં આવે છે તેઓ સાક્ષી છે આમાં અતિશોક્તિ જરા પણ નથી )
….. આપ સહુ ને ખાસ નમ્ર વિનતી કે આજ ના પાવન પર્વ ઉપર માં સરસ્વતી ના પાવન ચરણો માં ગયા વર્ષે જે કંઈ અનુદાન આપેલ તેનાથી વધુ નહીં તો સવાયું અનુદાન આપી માં સરસ્વતી ને સમર્પિત કરી માં ને પ્રાર્થના કરીએ કે આપણા સંતાનો ઉપર અમીદૃષ્ટિ રાખી આશીર્વાદ આપે અને જે ખરેખર પોતાની આવડત કૌશલ્ય બુદ્ધિ ને જરૂરી કેળવણી માટે સગવડ ના અભાવે વેડફી નાખી પોતાના સ્વપ્ન નું બાળમરણ થતા જોવે છે તેમના માટે ટ્રસ્ટ દ્વારા સંચાલિત 📚📕 *જ્ઞાન દાન મહાદાન અભિયાન* 📘📚 માં વધુ માં અનુદાન આપી ... માં શારદા સરસ્વતી ને પ્રાર્થના કરીએ માં ની અમી દૃષ્ટિ આપણાં બાળકો તથા ગરીબ માનવ બંધુઓ ના સંતોનો પર હમેશાં આશીર્વાદ રહે.🙏🏻🙏🏻
(06-Feb-2025) Update:
દેવાનુપ્રિય મેમ્બર્સ
આપ દરેક ને ખબર જ છે કે દર વર્ષ ની માફક આ વર્ષે પણ નોટબુક્સ નું વિતરણ કરવાનું છે. વધુ માં વધુ સ્કૂલ માંથી લિસ્ટ આવે છે . ઘણી સ્કૂલો માં આપણે જવાબ નથી આપતા તો પણ લગભગ ૩૦૦૦૦ નોટ બુક્સ તથા સ્ટેશનરી ની જરૂર છે જે ગયા વર્ષ કરતા લગભગ રૂ ૨૦૦૦૦૦ બે લાખ વધારે છે . અમને વિશ્વાસ છે કે આજ સુધી જેમ ટહેલ નાખી તે પરિપૂર્ણ થાય જ છે અને આ પણ થશે જ. સર્વ નાના મોટા દાતાશ્રીઓ ને નમ્ર નમ્ર વિનંતી કે આપ આપનું અનુદાન તો મોકલશો જ પણ તમારા મિત્ર વર્ગ વ્યાપારી વર્ગ તથા તમારા ગ્રુપ માંથી વધુ ને વધુ અનુદાન કરાવશો
તમો રૂ ૫૦.૦૦ ની એક નોટબુક તમારી ભાવના ઊંચી હશે તો પણ નહીં આપી સકશો અને આપશો તો તે વિદ્યાર્થી ની જરૂરિયાત પૂરી નહીં થાય જ્યારે ટ્રસ્ટ ના પ્લેટફોર્મ પર થી આપનું રૂ ૫૦.૦૦ નું અનુદાન ૫૦૦૦ છાત્રો ની જરૂરિયાત પૂરી કરશે. અને ૫૦૦૦ છાત્રો માંથી ૫૦ પણ બુદ્ધિ કૌશલ્ય થી દેશ માં આગળ આવશે તો બીજા ૫૦૦૦ ને શિક્ષા માટે પ્રેરણા આપશે એટલે જ જ્ઞાન દાન મહાદાન માં આપી તમારા ભણતા સંતાનો માટે માં સરસ્વતી ના આશીર્વાદ મેળવો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ટ્રસ્ટી ટીમ .
એન ડી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ
(09-Mar-2025) Update:
જ્ઞાન દાન મહા દાન અભિયાન માં નાના થી લઈને સૌ થી મોટા દાતાશ્રીઓ ને ભૂરી ભૂરી વારંવાર અનુમોદના કે તેમણે આપેલ અનુદાન થી અભિયાન સારી રીતે સફળતા પૂર્વક આગળ વધી રહ્યું છે ....
ગયા વર્ષે જે જે દાતાશ્રીઓ એ અનુદાન આપેલ તેમાંથી અમુક દાતાશ્રીઓ નું અનુદાન હજી બાકી છે...લગભગ ૬૦૦૦ છાત્રો ૩૦૦૦૦ બૂકસ એક નાના ટ્રસ્ટ માટે મોટી ચેલેંજ છે...પણ અમો ટ્રસ્ટીઓ ને અતૂટ વિશ્વાસ છે કે અમારી ટહેલ જરૂર પૂરી થશે જ.....
આવતી કાલે સોમ સૌમ્ય પુષ્ય નક્ષત્ર નો શુભ દિવસ છે જ્ઞાની વિદ્યાર્થીઓ તથા જ્ઞાન દાન દાનેશ્વરી દાતાઓ માટે પણ ખૂબ જ સરસ યોગ છે...
દરેક દાતાશ્રીઓ ને નમ્ર વિનંતી કે શુભ અવસરે શુભ યોગ માં આપ આપનું અનુદાન આપી શુભ કર્મો ના બંધ બાંધી આ માનવતા ના સેવા કાર્યો માં સહકાર આપશો.
📚📚👉🏻 🔆🔅 ખાસ લગભગ ૨૦/૦૩ /૨૦૨૫ સુધી નોટ બૂકસ નું પ્રિન્ટિંગ તથા ઓર્ડર ફાઇનલ કરવાના હોય આપ આપનું અનુદાન ૨૦/૦૩/૨૦૨૫ પહેલા લખાવી દેશો તો ...ડાયમંડ સ્તંભ/ ગોલ્ડન સ્તંભ / સિલ્વર સ્તંભ / સહાયક દાતા શ્રીઓ ના નામ માં આપનું નામ પ્રિન્ટ થઇ શકે....
આભાર અને અપેક્ષા સહ.....
Late Shri Nanalal Dalichand Mehta Charitable Trust (02-Feb-2025)
📚📕 Gyandan Mahadan Abhiyan📘📚
Today is the very auspicious festival of Vasant Panchami, a day dedicated to the Goddess of Knowledge, Saraswati. Worshipping Goddess Saraswati on this sacred day enhances wisdom and intellect.Goddess Saraswati bestows good intellect, memory power, concentration, and creativity. Even those who lack intelligence can gain knowledge through her blessings. Not just students, but every individual requires the blessings of Goddess Saraswati because knowledge and intellect are essential for success in any field. Her divine grace helps develop intelligence, adds sweetness to speech, and enhances creative abilities. Without her blessings, achieving success is difficult.We send our children to cities for higher education, paying donations to good colleges, or even sending them abroad to secure their future so that they may lead better lives and support us in our old age. But think about the intelligent and skilled students who cannot afford study materials such as textbooks, notebooks, pens, and pencils. Walking 10-12 kilometers barefoot to attend school... If they lack footwear, how can they even think about a bicycle? (Those members who participate in the annual notebook distribution can attest that this is not an exaggeration).We humbly request everyone, on this sacred day, to contribute at least as much as you did last year, if not more, to dedicate it to Goddess Saraswati. Let us pray for her blessings on our children and those who lack the resources to fulfill their educational dreams due to financial difficulties.
Through the Trust’s 📚📕 Gyandan Mahadan Abhiyan📘📚, let us increase our contributions and pray to Goddess Saraswati to shower her blessings on our children and the children of underprivileged families. 🙏🏻🙏🏻
Update (06-Feb-2025):Respected Members, As you all know, like every year, we will be distributing notebooks this year as well. More and more requests are coming in from schools. While we may not respond to all schools, there is still a need for approximately 30,000 notebooks and stationery, which is ₹200,000 (₹2 lakh) more than last year. We are confident that, just as previous efforts were successfully fulfilled, this one will be too.We humbly request all donors, big or small, to send their contributions. Moreover, please encourage your friends, business associates, and groups to contribute as much as possible.You may not be able to provide a single ₹50 notebook for a student’s needs, but your ₹50 contribution through the Trust’s platform can fulfill the needs of 5,000 students. If even 50 out of those 5,000 students excel, they will inspire another 5,000 to pursue education. This is why we urge you to contribute to the Knowledge Donation initiative and receive Goddess Saraswati’s blessings for your own educated children. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Update (09-Mar-2025):Heartfelt gratitude to donors, big and small, for their generous contributions that have helped the Knowledge Donation campaign progress successfully.However, some contributions pledged by donors last year are still pending. Supporting 6,000 students and managing 30,000 books is a significant challenge for a small trust. Yet, we trustees have unwavering faith that our goals will be met.Tomorrow is an auspicious day under the Soma Saumya Pushya Nakshatra, which is favorable for knowledgeable students and benevolent donors of the Knowledge Donation campaign.We humbly request all donors to extend their contributions on this auspicious day and help us in these humanitarian efforts.
📚📚👉🏻 🔆🔅 Special Note: Printing and finalizing orders for notebooks must be completed by March 20, 2025. If contributions are made by this date, donors’ names will be printed under the categories of Diamond Pillar, Golden Pillar, Silver Pillar, or Supporting Donors.Thank you, and we look forward to your continued support.
સન્માનીય ટ્રસ્ટી શ્રી નિતીનભાઈ કોઠારી,અજયભાઈ મહેતા,શરદભાઈ ના સુંદર માર્ગદર્શન હેઠળ 63 અબોલ જીવોને કસાઈ ખાને થી ખરીદી લાવી ઉપાશ્રય માં પૂ. ગુરુદેવ રાજેશ મુનિ ના મુખે મંગલ પાઠ નું પઠન કરાવી દેરાસર માં સાધ્વીજીઓ ના મુખે થી માંગલિક તથા વાક્ષેપ ના છાંટણા કરાવી નિભાવ ખર્ચ સાથે રાજકોટ પાંજરાપોળ માં સુપરત કરેલ ...
ધન્યવાદ છે દાતાશ્રીઓ ને જેમના અનુદાન થી 63 જીવોને ને નવજીવન મળ્યું.....
Respected trustees Shri Nitinbhai Kothari, Ajaybhai Mehta, and Sharadbhai, under their wonderful guidance, rescued 63 innocent lives from the slaughterhouse and brought them to the shelter. In the presence of revered Guru Rajesh Muni, auspicious prayers were recited, and in the temple, blessings and sacred rituals were performed by the sadhvis. After covering all necessary expenses, these lives were entrusted to Rajkot Panjrapol.Heartfelt gratitude to the donors whose contributions have given these 63 beings a new life.
વવાણિયા માં માનનીય પ્રધાન મંત્રી ના ટીબી હારશે દેશ જીતશે ના સ્વપ્ન ને સાકાર કરવા 10 ટીબી ના દર્દીઓ ને એક વર્ષ સુધી ટ્રસ્ટ દ્વારા દતક લઈ સરકારની ગાઇડ લાઇન મુજબ પૌષ્ટિકક્ષમ આહાર ની કીટ નું વિતરણ કરવામાં આવેલ
સાથે સાથે સરકારી હોસ્પિટલમાં
નીચેના જરૂરી સાધનો જેવા કે
▶ બેડ સાઇડ મોનિટર
▶ સક્શન મશીન
▶ નેબ્યુલાઇઝર
▶ વજન કાંટો
વગેરે સાધનો નું દાન કરવા મા આવેલ
In Vavaniya, to realize the honorable Prime Minister's vision of 'Defeat TB, the Nation Will Win,' 10 TB patients were adopted by the trust for one year. Nutritional food kits were distributed to them as per government guidelines.
Additionally, essential equipment such as:
▶ Bedside monitors
▶ Suction machines
▶ Nebulizers
▶ Weighing scales,
and other necessary tools were donated to the government hospital.
ગયા વર્ષ ની ખૂબ જ સફળ છાસ વિતરણ એક્ટિવિટી માથી પ્રેરણા લઈને આ વર્ષે પણ આ કાળઝાળ ગરમી માં રાહદારીઓ ના કલેજે હાશકારો થાય...માટે છાસ વિતરણ છેલ્લા ત્રણ રવિવાર થી ચાલુ છે કોઈપણ મેમ્બર્સ ને લાભ લેવો હોય તો એક રવિવાર ના છાસ વિતરણ નો નકરો ફક્ત રૂ 5400 રાખેલ છે ટોટલ લગભગ 12 રવિવાર થાય છે આઠ નામ આવેલ છે 4 નામ આવકાર્ય છે જે મેમ્બર્સ ને ભાવ હોય તે જાણ કરશો લગભગ 700 થી વધુ રાહદારીઓ લાભ લે છે...
Drawing inspiration from last year's highly successful buttermilk distribution activity, this year too, efforts are being made to provide relief to pedestrians in this scorching heat. The buttermilk distribution has been ongoing for the past three Sundays.
Any members who wish to contribute can sponsor a Sunday’s distribution for just ₹5,400. A total of approximately 12 Sundays are planned, with eight names already registered and four more welcome. Interested members can inform us.
More than 700 pedestrians benefit from this initiative
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.